Top
Samskrita Bharati - Saurashtra
संस्कृतभारती - सौराष्ट्र
Latest Media & News
Preview Media & News

भावनगरविभाग-अभ्यासवर्गः
ભાવનગર અભ્યાસ વર્ગ વૃત્તાંત

સંસ્કૃતભારતી ભાવનગર વિભાગ દ્વારા ભાવનગર વિભાગ અભ્યાસ વર્ગનું આયોજન થયું.
દિનાંક ૧૨ જુલાઈ, ૨૦૨૬ ને રવિવારનાં રોજ સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યે સુધી. દીપક હાઈસ્કુલનાં યજમાન પદે અભ્યાસ વર્ગ સંપન્ન થયો. જેમાં ભાવનગર જનપદ, અમરેલી જનપદ અને બોટાદ જનપદનાં આહત્ય 23 જેટલા કાર્યકર્તાઓએ ભાગ લીધો.
સમગ્ર વૃત્તાંત વિસ્તારથી જોઈએ તો પ્રથમ સત્ર દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, વર્ગગીત અને પરિચય સત્ર રહ્યું. પરિચય સત્રમાં સત્રસંચાલિકા તરીકે ડૉ. જલ્પા મુંજપરા રહ્યાં. મંચસ્થ મહાનુભાવો તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ડૉ. પંકજ ત્રિવેદી મહોદય, પ્રાંત ઉપાધ્યક્ષા તરીકે ધનેશ્રીબેન ભટ્ટ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ભાવનગર વિભાગના સહકાર્યવાહ ભરતભાઈ રાદડીયા, અમરેલી જીલ્લા અધ્યક્ષ પ્રો. વિજયભાઈ દવે, વિભાગ સંયોજક ડૉ. અમિતભાઈ ઉપાધ્યાય હાજર રહ્યાં.
દ્વિતીય સત્રમાં વક્તા ધનેશ્રીબેન ભટ્ટ દ્વારા સંસ્કૃતભારતી સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો. તેમજ સત્રાધ્યક્ષ ડૉ. અમિત ઉપાધ્યાય હાજર રહ્યા.
તૃતીય સત્રમાં વક્તા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ભાવનગરવિભાગનાં સહકાર્યવાહ ભરતભાઈ રાદડીયાજી દ્વારા કાર્યકર્તા નિર્માણ, કાર્ય પદ્ધતિ તથા સંઘ શતાબ્દી વર્ષની ઉજવણી અને કાર્યક્રમોનો પરિચય આપવામાં આવ્યો. તેમજ સત્રાધ્યક્ષ રૂપે બોટાદ જિલ્લાનાં અધ્યક્ષ પ્રા. મનોજભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા.
ભોજન પછીનાં ચોથા સત્રમાં વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ડૉ. પ્રણવભાઈ રાજ્યગુરુ એ ઉત્તરદાયિત્વ વિશે માહિતગાર કર્યા. સત્રાધ્યક્ષ રૂપે ભાવનગર જનપદ સંયોજક દિગ્વિજયભાઈ સરવૈયા હાજર રહ્યા.
પાંચમાં સત્રમાં વક્તા તરીકે ડૉ. અમિતભાઈ ઉપાધ્યાય કાર્યવિસ્તાર વિષયે ગત વર્ષે થઈ ગયેલા કાર્યો ની સમીક્ષા તથા આગામી વર્ષે કરવાનાં કાર્યો વિશે વિસ્તૃતમાં ચર્ચા થઈ. સત્રાધ્યક્ષ રૂપે ડૉ. પંકજભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા. અંતિમ સત્રમાં પ્રાંત મંત્રી શ્રી પંકજભાઈ ત્રિવેદી દ્વારા નવી ઉર્જા નો સંચાર કરતુ પાથેય રૂપમ માર્ગદર્શન સાંપડ્યું અને નવા ઉત્તરદાયિત્વની ઘોષણા થઈ. ત્યારબાદ શાંતિ મંત્ર સાથે સૌ છૂટા પડ્યા..


  • Post By : Saurashtra
  • |
  • 16-07-2026
  • |