દિ.27/07/25 ને રવિવારના રોજ બોટાદ ખાતે સંસ્કૃતભારતી ભાવનગર વિભાગ નો કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજાયો.
સંસ્કૃતભારતી ભાવનગર વિભાગનો કાર્યકર્તા અભ્યાસવર્ગ JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ બોટાદ ખાતે યોજાયો.*
દિ.27/07/25 ને રવિવારના રોજ બોટાદ ખાતે સંસ્કૃતભારતી ભાવનગર વિભાગ નો કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજાયો.
જેમાં ભાવનગર,અમરેલી,બોટાદ માંથી 20 જેવા દાયિત્વવાન કાર્યકર્તાઓ ભેગા થયા હતા..
ઉદ્ઘાટન સત્રમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષાના ગુજરાત રાજ્યના અધ્યક્ષ શ્રી મનોજભાઈ ઉપાધ્યાય અને શાળાના સંચાલક શ્રી હિતેશભાઈ લિંબડિયા ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રીશ્રી પ્રણવભાઈ રાજ્યગુરૂ દ્વારા સંસ્કૃતભારતીનો પરિચય અપાયો.પ્રાંત સદસ્યા ધનેશ્રીબેન દ્વારા કાર્યકર્તા અને કાર્યપદ્ધતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સહકાર્યવાહજી ભરતભાઈ રાદડિયા દ્વારા પંચ પરિવર્તન અને સંઘ શતાબ્દી વર્ષની ચર્ચા કરવામાં આવી.
ભોજન બાદ ભાવનગર વિભાગ સંયોજક ડૉ.અમિતભાઈ ઉપાધ્યાયે સંસ્કૃત સંભાષણ શિબિર ,સંસ્કૃતભારતીના આયામોની વૃદ્ધિ,સંસ્કૃત સપ્તાહ,અખિલ ભારતીય અધિવેશનની ચર્ચા કરવામાં આવી.
અંતે દાયિત્વઘોષણા કરવામાં આવી.સંઘના વિભાગ સંપર્ક પ્રમુખ બહાદુરસિંહ રાઓલની વિશેષ ઉપસ્થિતિ રહી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાંત પત્રાચાર પ્રમુખ ડૉ.મુકેશભાઈ ઈઢારિયા દ્વારા કરવામાં આવ્યું. સ્થાનિક આયોજન અને વ્યવસ્થા શાળાના આચાર્યશ્રી રાહુલભાઈ મહેતા દ્વારા પૂરી પાડવામાં આવી..
- Post By : Saurashtra
- |
- 05-03-2026
- |









