संस्कृतभारती-गुजरात-प्रेरिता
संस्कृतगौरवपरीक्षा
‘पाणिनीयम्’ 15, कल्याणबाग, बलियाकाकामार्ग कांकरिया, कर्णावती 380028
दूरभाष – 079 25384808
Web – samskritabhatati.in, Email – sgpariksha@gmail.com
“संस्कृतगौरवपरीक्षा” એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. click here
સંસ્કૃતભારતી ગુજરાત દ્વારા 2004થી ‘संस्कृतगौरवपरीक्षा' પ્રકલ્પ ચાલી રહ્યો છે. અનુક્રમે ‘प्रवेशिका', ‘प्रदीपिका', ‘प्रमोदिका’ અને ‘प्रवाहिका' આ ચાર પરીક્ષાઓ નું આયોજન પ્રતિવર્ષ થાય છે.
આપને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે સમગ્ર સમાજ માટે ખુલ્લા મૂકાયેલ આ પ્રકલ્પને શૈક્ષણિક, સામાજિક ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત અનેક સંસ્કૃતિ પ્રેમીઓનો સાથ સાંપડ્યો છે. संस्कृतगौरवपरीक्षा નાં પુસ્તકો આકર્ષક મુખપૃષ્ઠ, સચિત્ર વ્યાવહારિક સંસ્કૃત શબ્દો, સંસ્કૃત ગીતો તથા ભાષાશૈલી રોચક હોવાથી લોકભોગ્ય બન્યાં છે.
આજ સુધી ગુજરાતના 1200 કેન્દ્રો પરથી 2,80,111 વિદ્યાર્થીઓ અને સંસ્કૃતિ પ્રેમીઓએ આ પરીક્ષાનાં માધ્યમથી સંસ્કૃતભાષાનું અધ્યયન કર્યું. હવે જનજન સુધી પહોંચવાનો આપણો સંકલ્પ છે. આ સંકલ્પપૂર્તિમાં સહાયરૂપ થવા માટે આપને નમ્ર વિનંતી.
આ૫ આટલું કરી શકો ?
આપ શાળા - કૉલેજમાં અધ્યાપન કરાવતા હોવ તો આપની શાળા - કૉલેજના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા પ્રોત્સાહિત કરી શકો.
આપ કોઈ સ્વૈચ્છિક સંસ્થા, સંગઠન કે સંસ્કૃતિ પ્રેમીઓના સંપર્કમાં હોવ તો તેમના સુધી આ પરીક્ષાની માહિતી પહોંચાડી કેન્દ્રો ઊભાં કરવા સહાયક બની સંસ્કૃતિ પૂજક બની શકો.
આપ આપની શેરી, સોસાયટી કે સમાજમાં પણ આ કેન્દ્રનું આયોજન કરી શકો.
આપનો આ પ્રયાસ સોનામાં સુગંધનું કામ કરશે.
સંસ્કૃત ગૌરવ પરીક્ષા શા માટે?
સામાન્યજન સંસ્કૃતાભિમુખ થાય.
સામાન્યજનને સંસ્કૃત પ્રત્યે પ્રેમ થાય.
ભવ્ય ભૂતકાળ જાણી શકાય.
આના થકી ભવિષ્ય પ્રતિ ચિંતન..
સંસ્કૃત ફરીથી વ્યવહારભાષા બને.
સંસ્કૃતભાષાથી સમૃદ્ધિનું આગમન…
સંસ્કૃતભાષાની સરળતા તથા મધુરતાનો પરિચય.
પરીક્ષા પ્રણાલી
કેન્દ્રમાં પરીક્ષાર્થીઓની લઘુત્તમ સંખ્યા 50 ૨હેશે. ચારેય પરીક્ષાના પરીક્ષાર્થીઓની કુલ સંખ્યા 50 હોય તો પણ કેન્દ્ર કરી શકાશે.
છઠ્ઠા ધોરણથી શરૂ કરીને ઉચ્ચશિક્ષણ સુધીના કોઈ પણ વિદ્યાર્થીઓ તેમજ સામાજિકો આ પરીક્ષામાં ભાગ લઈ શકે છે.
કેન્દ્રમાં પરીક્ષાર્થીઓની લઘુત્તમ સંખ્યા 50 રહેશે.
એક વર્ષમાં એક સાથે સોપાન ક્રમે સૌપ્રથમ પ્રવેશિકા અને પ્રદીપિકા ત્યારબાદ જ પ્રમોદિકા અને પ્રવાહિકા એમ બે પરીક્ષાઓ સાથે આપી શકાય.
પરીક્ષા શુલ્ક




ખ ) દરેક કેન્દ્ર સંયોજકને પોતાના કેન્દ્રના પરીક્ષાના શુલ્કમાંથી પરીક્ષાર્થી દીઠ ખર્ચ લેખે રૂ 10 /- આપવામાં આવે છે. ( આ દસ રૂપિયા કેન્દ્ર સંયોજકના વ્યય, Excel ફોર્મેટ તૈયાર કરવા, ટપાલ, નિરીક્ષકપુરસ્કાર વગેરે વ્યવસ્થા માટે છે. )
પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓ
ચારેય પરીક્ષાઓ 0.M.R પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાની દિનાઙ્ક અને સમય યોગ્ય સમયે જણાવવામાં આવશે.
( પરીક્ષાને લગતા આપના અમૂલ્ય પ્રતિભાવો આવકાર્ય છે. )
સંસ્કૃત ગૌરવ પરીક્ષાની વધુ માહિતી મેળવવા માટે ગુગલ પ્લેસ્ટોર માં જઈને “संस्कृतगौरवपरीक्षा” ટાઈપ કરી એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આપને આ પરીક્ષા બાબત કોઈ પણ પ્રશ્ન હોય તો નીચેના નંબર પર સંપર્ક કરવા વિનંતી.
સંપર્કસૂત્ર
દૂરભાષ – 079-25384808
સમય- સવારે 10 થી 5
email- sgpariksha@gmail.com
ડૉ. નિકુંજ પટેલ
9898470070
શ્રી પ્રણવ રાજયગુરૂ
7016373941